બંદરો અને વાહનવ્યવહાર વિભાગ એ સચિવાલયના વિવિધ વિભાગો પૈકીનો એક વિભાગ છે. જે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થયેલ વિચારણા મુજબ રચવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા નીચેના કાર્યો/પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
રાજય સરકાર હસ્તકના ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને તેના દ્વારા હાથ ધરવામાં આવેલ બંદરોના વિકાસની પ્રવૃત્તિ, રાજય સરકાર હસ્તકના ગુજરાત રાજય માર્ગ અને પરિવહન નિગમ અને તેના દ્વારા આપવામાં આવતી પરિવહનને લગતી લોકોપયોગી સેવાઓ, ગુજરાત વાહન વ્યવહાર સેવા તથા વાહન વ્યવહાર કીમશ્નરશ્રી અને તેમના દ્વારા મોટર વેહીકલ્સ એકટ અન્વયે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ દ્રસ્ટીએ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ રાજય માટે નાણાંકીય સાધનો ઉભા કરવો તેમજ લોકોપયોગી સેવાઓ પુરી પાડતો વિભાગ છે.
વિભાગના કર્મચારીઓ/અધિકારીઓએ તેમના સંવર્ગને અનુરૂપ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કચેરી કાર્યપદ્ધતિમાં નિયત કરાયેલ કાર્યો અને ફરજો બજાવવાનાં રહેશે.