બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
http://www.pnt.gujarat.gov.in

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ

1/22/2020 11:38:31 AM
મેન્યુઅલ-૧૨

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિઃ-

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ -

 

(૧) ૫૦૫૫- રૂ. રૂ. ૫૨૩૪૬.૩૫ લાખ

રૂ. ૫૨૩૪૬.૩૫ લાખ મૂડીખર્ચ માટે તેમજ વિવિધ પ્રકારની આંતર-માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે સરકારશ્રી દ્વારા દર ત્રણ મહિને તબકકાવાર નિયત રકમ નાણા વિભાગ દ્વારા ગ્રાન્‍ટની ફાળવણી થયા બાદ વિભાગ દ્વારા ફાળવણી કરવામાં  આવે છે. અને તે મુજબ વાહન વ્યવહાર પ્રભાગ દ્વારા તેમને  રકમ ચૂકવવામાં આવે છે.

 

(૨) ૩૦૫૫- રૂ. ૩૦૪૧૫.૧૪ લાખ

આર્થિક સહાય તરીકે GSRTC ને દર ત્રણ મહિને નાણા વિભાગ દ્વારા ફાળવણી થયા બાદ  આ રકમ તબકકાવાર ફાળવવામાં આવે છે જે મુખ્યત્વે વિઘાર્થી કન્સેશન, શહેરી-બસ સેવા ભાડામાં રાહત તેમજ અંતરિયાળ વિસ્તારોમાં GSRTC દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સંચાલન કરવામાં આવતાં રૂટો કારણે સહન કરવા પડતા આર્થિક નુકશાનને ભરપાઇ કરવાના આશયથી સરકારશ્રી દ્વારા સબસીડી સ્વરુપે આપવામાં આવે છે. તે રકમની ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે અને વાહન વ્યવહાર પ્રભાગ દ્વારા તે રકમ ચૂકવવામાં આવે છે.

 

(૩) ૭૦૫૫- રૂ. ૧૦૨૯૩.૮૫ લાખ
 

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ પાસેના હાલના વાહનો જુના થઇ ગયા છે પરિણામે, વાહનો વારંવાર ખોટકાઇ જાય છે અને આ કારણે મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડે છે. તેથી રાજય સરકારે ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમને નવી બસોની ખરીદી માટે લોન સ્વરુપે નાણાકીય સહાય પૂરી પાડે છે.