પ્રત્યેક ""જાહેર સત્તા મંડળ (પબ્લીક ઓથોરીટી)'' ના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથસ જાહેર સત્તા મંડળના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારું તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજય માહિતી પંચ અને તેની સાથે સંકળાયેલ અથવા તેની આનુષાંગિક બાબતોની જોગવાળ કરવા બાબતના માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫ નો અમલ રાજયમાં તા. ૧૨/૧૦/૨૦૦૫થી શરૂ થઇ ગયો છે. આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવાને હકકદાર થશે. અગાઉ માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ-૨૦૦૨ અન્વયે નાગરિકો કેટલીક માહિતી મેળવી શકતા હતા, પર઼તુ આ અધિનિયમની જોગવાળઓ પર્યાપ્ત ન જણાંતાં, માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫ ધડવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ લોકતંત્રમાં નાગરિકોને માહિતગાર રાખવા અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે અને પ્રજા તેનો હિસાબ માગી શકે તે રહેલો છે. તેથી હવે જે નાગીરકો માહિતી મેળવવા માગતા હોય તેમણે અધિનિયમમમાં અપવાદ કર્યો છે તે સિવાય તમામ માહિતી પૂરી પાડવા માહિતીના અધિકાર બાબતના અધિનિયમથી વિસ્તૃત કાયદાકીય જોગવાઇ કરવામાં આવેલ છે.
બંદરો અને વાહનવ્યવહાર વિભાગને માહિતી સુગમતાથી નાગરિકોને મળી શકે તે આ પુસ્તિકાનો ઉદ્દેશ રહેલો છે. આ પુસ્તિકામાં વ્યકિતઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરેને ઉપયોગી મહત્તમ માહિતી, વિભાગ દ્વારા જાતે જ પ્રકટ કરવાનો હેતુ રહેલો છે. જેથી લોકો શકય તેટલી લોકોપયોગી માહિતી કોઇ અરજી કર્યા વગર જ પુસ્તિકા સ્વરૂપે જે તે ઓફીસમાં, જાહેર ગ્રંથાલયો, નોટિસ બોર્ડ વગેરે જાહેર સ્થળો ઉપરથી જાતે જ મેળવી શકે.
બંદરો અને વાહનવ્યવહાર વિભાગને લગતી આ માહિતી પુસ્તિકામાં નીચે જણાવેલ ૧૭ પ્રકરણમાં વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. તેમજ વિભાગની વેબસાઇટઃ sectrans@gujarat.gov.in ઉપર પણ આ માહિતી ઉપલબ્ધ છે. વધુમાં માહિતીના અધિકાર અધિનિયમ-૨૦૦૫માં પ્રયોજવામાં આવેલ કેટલાક મહત્વના જુદા જુદા શબ્દોની અર્થની જાહેર જનતાની જાણકારીના હેતુથી પુસ્તિકાની શરૂઆતમાં પ્રકરણ-૧માં તેની વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે.
અત્રે બંદરો અને વાહનવ્યવહાર વિભાગને સંબંધિત ઘણી ખરી માહિતી આ પુસ્તિકામાં જાહેર જનતાને સામેથી જ પુરી પાડી લોકતંત્રની કામગીરીમાં પારદર્શિતા લાવવા એક સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવેલ છે. આમ છતાં આ પુસ્તિકા આખરી નથી અને જાહેર જનતાના પ્રતિભાવો, સૂચનો જાણ્યા બાદ સમયાંતરે આ પ્રકારની પુસ્તિકા વિભાગ દ્વારા અઘતન કરવામાં આવનાર છે. આશા છે જાહેર જનતા આ પુસ્તિકાનો મહત્તમ લાભ લેશે તેમજ જાહેર જનતા તરફથી માહિતી પુસ્તિકા સંબંધી કોઇ સૂચનો હોય તો તે સહર્ષ આવકાર્ય છે.
આ માહિતી પુસ્તિકા સિવાયની વિભાગને સંબંધિત કોઇ માહિતી કોઇ વ્યકિતને વિભાગ પાસેથી મેળવવી હોય તો તેઓ અવશ્યપણે વિભાગનો આ માહિતી અધિકારીનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકે છે.
|