અવનવું

હોમ  |

વ્યાખ્યાઓ

પ્રકરણ-૧
 
માહિતીના અધિકાર અધિનિયમ-૨૦૦૫માં પ્રયોજવામાં આવેલ અગત્યના કેટલાક શબ્દપ્રયોગની વ્યાખ્યાઓ.
 
(ક) ''સમુચિત સરકાર''-એટલે -
 
 • કેન્દ્ર સરકાર અથવા સંધ રાજય ક્ષેત્ર વહીવટ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તા મંડળ સંબંધમાં, કેન્દ્ર સરકારઃ
 • રાજય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સંબંધમાં, રાજય સરકાર.
 
(ચ) ''સક્ષમ સત્તાધિકારી'' એટલે -
 
 • લોકસભાના અથવા રાજય વિધાનસભાના અથવા એવી વિધાનસભા ધરાવતા સંધ રાજયક્ષેત્ર ધરાવતા કિસ્સામાં અધ્યક્ષ અને રાજયસભા અથવા રાજય વિધાન પરિષદના કિસ્સામાં અધ્યક્ષ.
 • ઉચ્ચતમ ન્યાયાલયના કિસ્સામાં, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ,
 • ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ,
 • સંવિધાનથી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા રચાયેલા બીજા સત્તાધિકારીઓના કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ.
 • સંવિધાનની કલમ-૨૩૯ હેઠળ નિમાયેલા વહીવટદાર
 
(છ) માહિતી એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઇ-મેઇલ, અભિપ્રાયો, સલાહ, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઇ ઇલેકટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી હોય તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઇ ખાનગી મંડળીને લગતી માહિતી સહિતની કોઇપણ સ્વરૂપમાં કોઇપણ સામગ્રી,
 
(ઝ) ''જાહેર સત્તામંડળ'' એટલેઃ-
 
 • સંવિધાનથી અથવા તે હેઠળ
 • સંસદે કરેલા કોઇ બીજા કાયદાથી
 • રાજય વિધાનમંડળે કરેલા બીજા કોઇ કાયદાથી
 • સમૂચિત સરકારે બહાર પાડેલા જાહેરનામાથી અથવા કરેલા કોઇ હુકમથી, સ્થપાયેલ અથવા રચાયેલ કોઇ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા અને તેમાં, સમુચિત પૂરા પાડેલ ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે.
  • માલિકીના નિયંત્રણ અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ
  • મોટા પાયે ધિરાણ મેળવવા બિન સરકારી સંગઠનો, પણ સમાવેશ થાય છે
 
(ટ) ''રેકર્ડ'' માં નીચેનાનો સમાવેશ થાય છે
 
 • કોઇ દસ્તાવેજ, હસ્તપ્રત અથવા ફાઇલ
 • કોઇ દસ્તાવેજની માઇક્રોફીલ્મ અથવા ફેસીમાઇલ નકલ
 • આવી માઇક્રોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ અથવા પ્રતિકૃતિઓની (મોટી કરેલી હોય કે ન હોય તો પણ કો નકલ, અને
 • કોમ્પ્યુટર અથવા બીજા કોઇ સાધનથી રજૂ કરેલી કોઇ સામગ્રી.
 
(ઠ) ''માહિતીનો અધિકાર'' એટલે આ અધિનિયમ હેઠળ કોઇ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં
 
 • કામકાજ દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના
 • દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, .તારા અથવા પ્રમાણિત નકલો લેવાના
 • સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના
 • ડિસ્કેટસ, ફલોપી, ટેપ, વિડીયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજા કોઇ ઇલેકટ્રોનિક પદ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઇ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઇ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાનો અધિકારનો સમાવેશ થાય છે.
 
(ડ) ''રાજય માહિતી પંચ'' એટલે કલમ-૧૫ની પેટા કલમ (૧) હેઠળ રચાયેલું માહિતી પંચ
 
(ઢ) ''રાજયના મુખ્ય માહિતી કમિશ્નર'' અને ''રાજયના માહિતી કમિશ્નર'' એટલે કલમ-૧૫ની પેટા કલમ (૩) હેઠળ નિમાયેલ રાજયના મુખ્ય માહિતી કમિશ્નર અને રાજયના માહિતી કમિશ્નર.
 
(ત) ''રાજયના જાહેર માહિતી અધિકારી'' એટલે કલમ-૫ની પેટા કલમ (૧) હેઠળ મુકરર કરેલ રાજયના જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા કલમ (૨) હેઠળ એવા રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીનો પણ સમાવેશ થાય છે.
 
(થ) ''ત્રાહિત પક્ષકાર'' એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઇ વ્યકિત અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.
 

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
નાગરિક અધિકાર પત્ર
આપના પ્રશ્નો-અમારા ઉત્તર
ફરિયાદ

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વહીવટી માળખું જૂઓ
 

અમારા વિશે


પરિચય
લક્ષ્ય અને હેતુ
વિભાગની કામગીરી
વહીવટી માળખું
અંદાજપત્ર
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

ખાતાના વડાઓ/પ્રભાગો


કમિશનર, વાહનવ્‍યવહાર
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ
ગુજરાત મેરીટાઇમ બોર્ડ
ગુજરાત ટ્રાન્‍સપોર્ટ સવિર્સ

મદદ


ફોર્મ્સ
સંપર્ક

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
 
Statue of Unity India Government Portal Vibrant Gujarat Mygov

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ   |    સાઈટમેપ

મુલાકાતી નંબર: 0428576 Last updated on 26-11-2019