અવનવું

હોમ  |

અન્ય ઉપયોગી માહિતી

મેન્યુઅલ-૧૭
 
અન્ય ઉપયોગી માહિતી
 
લોકો દ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબોઃ
પ્રશ્ન-૧ માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫ કયારથી અમલમાં આવે છે ?
ઉત્તર માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫, ૧૨મી ઓકટોબર, ૨૦૫ (૧૫મી જુન-૨૦૦૫ના રોજ તેના ધડતરથી ૧૨૦ મા દિવસે)થી અમલમાં આવે છે.
પ્રશ્ન-ર ""માહિતી'' એટલે શું ?
ઉત્તર માહિતી એટલે દફતર, દસ્તાવેજો, યાદીઓ, ઇ-મેઇલ, મંતવ્યો, સલાહો, પ્રેસ રીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુકસ, કરાર, અહેવાલો, કાગળો, નમુનાઓ, મોડેલ, કોઇ પણ ઇલેકટ્રોનિક રૂપમાં ડેટા સામગ્રી અને અત્યારે અમલમાં હોય તેવા કોઇ પણ કાયદા અન્વયે કોઇ જાહેર સત્તાધિકારી દ્વારા મેળવવામાં આવનાર કોઇ પણ ખાનગી સંસ્થાને લગતી માહિતી.
પ્રશ્ન-૩ માહિતીનો અધિકાર એટલે શું ?
ઉત્તર માહિતીના અધિકારમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ- ૧. કાર્યો, દસ્તાવેજો, દફતરોનું નિરીક્ષણ કરવું ૨. દસ્તાવેજો અથવા દફતરોની નોંધ કરવી, ઉતારા અથવા પ્રમાણિત નકલો ૩. સામગ્રીના પ્રમાણિત નમૂના લેવા ૪. પ્રિન્ટ આઉટ, ડિસ્કેટ, ફલોપી, ટેપ, વિડિયો કેસેટ અથવા કોઇ પણ અન્ય ઇલેકટ્રોનીક રીતે અથવા પ્રિન્ટ આઉટથી માહિતી મેળવવી.
પ્રશ્ન-૪ માહિતી અધિકાર બાબતના અધિનિયમમાંથી કોઇ બાબતોને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવે છે ?
ઉત્તર નીચેની બાબતોને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવે છેઃ- (૧) એવી માહિતી કે જાહેર કરવાથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજયની સલામતી, વ્યૂહાત્મક વૈણાનિક કે આર્થિક હિતો, વિદેશી રાજયો સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર પહોંચતી હોય અથવા તોતે ગુનાખોરીને ઉત્તેજન આપતી હોય. (૨) એવી માહિતી કે જેને કાયદાની કોઇપણ અદાલતને કે ન્યાયપંચ પ્રસિધ્ધ કરવાની સ્પષ્ટપણે મનાઇ ફરમાવી હોય અથવા તો જે માહિતી જાહેર કરવાથી ખદાલતની અવજ્ઞા થતી હોય. (૩) એવી માહિતી કે જાહેર કરવાથી સંસદ કે રાજય વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ થતો હોય. (૪) વાણિજિયક ગોપનીયતા, વેપાર - રહસ્યો અથવા બૌધ્ધિ સંપત્ત્િા સહિતની માહિતી કે જે જાહેર કરવાથી ત્રીજા પક્ષકારની ર્સ્પધાત્મક સ્થિતને નુકશાન થાય. સિવાય કે સક્ષમ સત્તા અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર કરવી એ વિશાળ જન હિતના સમર્થનમાં છે. (૫) વ્યકિતને તેના વિશ્વાસ આધારિત સબંધને કારણે મળેલી માહિતી સિવાય કે, સક્ષમ અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર કરવી એ વિશાળ જન હિતના સમર્થનમાં છે. (૬) વિદેશની સરકાર પાસેથી મળેલી ગુપ્ત માહિતી. (૭) એવી માહિતી કે જે જાહેર કરવાથી કોઇ વ્યકિતની જિંદગી કે શારિરીક સલામતી સામે જોખમ ઉભું થતું હોય અથવા તો માહિતીનું પ્રાપતિસ્થાન જાણી શકાય તેમ હોય અથવા તો કાયદાના અમલ કે સલામતીના હેતુ માટે આપવામાં આવેલ ખાનગી સહાય અંગેની વિગતો જાણી શકાતી હોય. (૮) એવી માહિતી કે જે જાહેર કરવાથી ગુનેગારોની તપાસ, ધરપકડ કે તેની સામેકામ ચલાવવાની પ્રક્રિયામાં અવરોધ ઉધો થતો હોય. (૯) મંત્રીમંડળ, સચિવો અને અન્ય અધિકારીઓ વચ્ચે થયેલ વિચાર-વિમર્શ અંગેના રેકર્ડ સહિતના કેબીનેટના કાગળો (૧૦) વ્યકિતગત બાબતો સાથે સંબંધિત માહિતી કે જેની જાહેરાતને કોઇપણ સાર્વજનિક પ્રવૃત્તિ કે લોમહિત સાથે સંબંધ ન હોય, અથવા તો જે માહિતી પ્રગટ કરવાથી વ્યકિતના અંગત જીવન પર અનધિકૃત હુમલો થતો હોય.
નોંધઃ- ઓફિસીયલ સીક્રેટ એકટ-૧૯૨૩માં ગમે તે જોગવાળ હોય તેમજ ઉપર જણાવેલ મુકિતમાં ગમે તેમ મંજુર હોય તો પણ જો જાહેર સત્તાધિકારીને એમ લાગે કે આવી માહિતી જાહેર કરવાથી રક્ષિત હિતને થતા નુકશાન કરતાં જાહેર હિતમાં આવી માહિતી જાહેર કરવી વધુ ઉચિત છે તો આવી માહિતી ઉપલબ્ધ કરી શકશે.
પ્રશ્ન-પ આંશિક માહિતી જાહેર કરી શકાય ?
ઉત્તર જે માહિત જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેવી કોઇ પણ માહિતીમાં સમાવિષ્ટ ન હોય એવા રેકર્ડનો ફકત તેટલોજ ભાગ અને જેમાં જે મુકિત આપવામાં આવેલ માહિતીનો સમાવેશ થતો હોય એવા કોઇપણ ભાગમાંથી સમજપૂર્વક અલગ તારવી શકાય એવી માહિતી પૂરી પાડી શકાશે.
પ્રશ્ન-૬ જાહેર સતાતંત્ર (પબ્લીક ઓથોરીટી) એટલે શું ?
ઉત્તર જાહેર સતાતંત્ર એટલે નીચેના દ્વારા સ્થાપવામાં આવેલ કે રચવામાં આવેલ સ્વ-રાજયનું કોઇ પણ સતાતંત્ર (ઓથોરીટી) અથવા મંડળ (બોડી) અથવા સંસ્થા (ઇન્સ્ટીટયુટ) ૧. બંધારણ દ્વારા કે તે અન્વયે, ૨. સંસદ દ્વારા ધડવામાં આવેલ /અન્ય કોઇ પણ કાયદા દ્વારા ૩. રાજય વિધાનસભા દ્વારા ધડવામાં આવેલ/ અન્ય કોઇ પણ કાયદા દ્વારા. ૪. સમુચિત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા કે કરવામાં આવેલ હુકમ દ્વારા સ્થાપેલ અને નીચેનાનો તેમાં સમાવેશ થાય છે.
  • સમૂચિત સરકાર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના નાણા ભંડોળથી ચાલતી હોય એવી સરકારી માલિકી, નિયંત્રણ અથવા સરકારની મોટી રકમની નાણાકીય સહાયથી ચાલતી સંસ્થા, તેમજ
  • સમુચિત સરકારનું મોટી રકમનું નાણા ભંડોળો મેળવતી હોય એવી ખાનગી સંસ્થા
પ્રશ્ન-૭ કઇ સંસ્થાઓને માહિતી અધિકાર બાબતના અધિકાર બાબતની જોગવાઇમાંથી બાકાત રાખવામાં આવેલ છે ?
ઉત્તર માહિતી અધિકારી બાબતના અધિનિયમની બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કેન્દ્રીય બાતમી અને સલામતી સંસ્થાઓ જેવી કે બાબતી કાર્યાલય, સંશોધન અને અન્વેષણ શાખા, મહેસુલ બાબતની નિયામકની કચેરી, કેન્દ્રીય આર્થિક બાબતી કાર્યાલય, અમલ-બજવણી નિયામકશ્રીની કચેરી, માદક દ્વવ્ય નિયંત્રણ કાર્યાલય, ઉડ્ડયન સંશોધન કેન્દ્ર, ખાસ સીમા સુરક્ષા દળ, સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, ઇન્ડો તિબેટ સરહદ પોલીસ, કેન્દ્રવય ઔઘોગિક સલામતી દળ, રાષ્ટ્રીય સલામતી રક્ષક, આસામ રાઇફલ્સ, ખાસ સેવા કાર્યાલય, ખાસ શાખા (છૂપી પોલીસ ખાતુ) આંદામાન અને નિકોબાર, ગુન્હા શોધક શાખા, દાદરા અને નરગહ હવેલી તથા ખાસ શાખા, લક્ષધ્વીપ પોલીસ, રાજય સરકારો દ્વારા જાહેરનામા મારફત નિર્દિષ્ટ સંસ્થાઓને પણ બાકાત રાખવામાં આવશે. તેમ છતાં આ નિશેધ આબાધિત નથી. અને ભ્રષ્ટાચાર તેમજ માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી માહિતી પૂરી પાડવી એ આ સંસ્થાઓની ફરજ છે. વધુમાં માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી માહિતી ફકત કેન્દ્ર કે રાજય માહિતી આયોગની મંજુરી લઇને જ યથાયોગ્ય આપી શકાશે.
પ્રશ્ન-૮ ત્રીજો પક્ષકારો કોણ છે ?
ઉત્તર ત્રીજો પક્ષકારા એટલે માહિતી મેળવવા માટે વિનંતી કરતા નાગરિક સિવાયની વ્યકિત અને તેમાં સરકારી અધિકારીનો સમાવેશ થાય છે. ત્રીજો પક્ષકારો એ સરકારને ખાનગીમાં રજુ કરેલ અરજીઓ અને અપીલોની બાબતમાં તેઓને સાંભળવામાં આવે તેનો તેમને અધિકાર છે.
પ્રશ્ન-૯ જાહેર માહિતી અધિકારીઓ કોણ છે ?
ઉત્તર સરકારી માહિતી અધિકારીઓ એ જાહેર સત્તા તંત્રો દ્વારા તમામ વહીવટી એકમો અથવા તેના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં નિયુકત કરવામાં આવતા અધિકારીઓ છે કે જેઓને આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે વિન઼તી કરતા નાગરિકોને માહિતી પૂરી પાડવાની હોય છે. કોઇ પણ અધિકારી તેની અથવા તેણીની યોગ્ય ફરજો બજાવવા માટે સરકારી માહિતી અધિકારી દ્વારા જે સહાય માંગવામાં આવે તેવી તમામ સહાય આપશે. અને આ અધિનિયમની જોગવાઇઓના ઉલ્લંધન બદલ આવા અન્ય અધિકારીને સરકારી માહિતી અધિકારી તરીકે ગણવામાં આવશે.
પ્રશ્ન-૧૦ સરકારી માહિતી અધિકારીની ફરજો શું છે ?
ઉત્તર માહિતી મેળવવા માગતી વ્યકિતઓ પાસેથી મળતી વિનંતીઓ અંગે સરકારી માહિતી અધિકારી કાર્યવાહી કરશે અને જયાં લેખિતમાં વિનંતી કરી શકાય તેમ ન હો ત્યાં તે અન્ય રૂપે વ્યકિતને યોગ્ય મદદ કરવી. જો માંગવામાં આવેલ માહિતી રોકી રાખવામાં આવતી હોય અથવા તો તેનો વિષય વસ્તુ અન્ય જાહેર સત્તાધિકારીની કામગીરી સાથે ધનિષ્ટ રીતે સંકળાયેલ હોય તો સરકારી માહિતી અધિકારીએ એ બાબત અન્ય જાહેર સત્તાધિકારીને ૫ દિવસમાં તે બાબત તબદીલ કરવી અને અરજદારને તે અંગેની તાત્કાલિક જાણ કરવી.  માહિતી મળ્યેથી સરકારી માહિતી અધિકારીએ શકય તેટલી ઝડપે અને કોઇપણ સંજોગોમાં વિનંતી મળ્યાના ૩૦ દિવસમાં નિયમોથી અલગ રીતે નિયત કરવામાં આવે તેટલી ફીની ચુકવણી કયાંથી માહિતી પુરી પાડવી અથવા અધિનિયમની કલમ-૮ અથવા કલમ-૯માં નિર્દિષ્ટ કર્યા મુજબના કોઇ પણ કારણસર તે વિનંતી ને નામંજુર કરવી.   જયારે માંગવામાં આવેલી માહિતી વ્યકિતની જાન કે સ્વાતંત્રને અસર કરતી હોય ત્યારે વિનંતી કર્યાના ૪૮ કલાકમાં અસ્વીકાર કર્યા છે તે માનવામાં આવશે.  જયાં વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય ત્યાં સરકારી માહિતી અધિકારીએ વિનંતી કરનારન.- (૧) આવા અસ્વીકાર માટેના કારણો, (૨) આવા અસ્વીકાર સામે જેટલા સમયગાળામાં અપીલ કરી શકાય તે સમયગાળો અને (૩) અપીલ અધિકારીની વિગતોની જાણ કરવી.  સરકારી માહિતી અધિકારીએ ને પ્રકારની માહિતી માંગવામાં આવી હોય તે પ્રકારની જ માહિતી આપવી.  જો આંશિક માહિતી આપવાની મંજૂરી આપવામાં આવી હોય તો સરકારી માહિતી અધિકારીએ અરજદારને નીચે મુજબની જાણ કરી નોટીસ આપવીઃ-માહિતી જેમાં સામાવિષ્ટ છે તેવા રેકર્ડ જેને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેને અલગ કર્યા પછી માગણી કરેલ રેકર્ડનો ફકત તેટલો ભાગ પુરો પાડવામાં આવી રહ્યો છે. ૧. જેના પર નિર્ણયો આધારીત હતા તે અંગેની બાબતનો ઉલ્લેખ કરીને કોઇ પણ હકીકત આધારીત મહત્વના પ્રશ્નઅંગેના કોઇ પણ તારણો સહિત નિર્ણય માટેના કારણો, ૨. નિર્ણય કરનાર વ્યકિતનું નામ અને હોદ્દો. ૩. તેણે/તેણીએ ગણતરી કરેલ ફી ની વિગતો અને અરજદારે જમા કરવી જરૂરી ફી ની રકમ, અને ૪. માહિતીનો જે ભાગ જાહેર ન કરવાનો હોય તે અંગેના નિર્ણયની સમીક્ષા વસૂલ કરવામાં આવેલ ફી ની રકમ અથવા જે પ્રકારે માહિતી પુરી પાડવામાં આવી હોય તે બાબતમાં તેના/તેણીના અધિકારો.  જો માંગવામાં આવેલ માહિતી ત્રીજા પક્ષકાર દ્વારા પુરી પાડવામાં આવી હોય અથવા તો તે ત્રીજા પક્ષકાર દ્વારા તેને ખાનગી માહિતી તરીકે ગણવામાં આવી હોય તો સરકારી માહિતી અધિકારી માંગણી મળ્યાના ૫ દિવસમાં તે ત્રીજા પક્ષકારને લેખિત નોટી આપી શકશે અને તેની રજુઆતને વિચારણામાં લેશે.  આવી નોટીસ મળ્યાની તારીખથી ૧૦ દિવસમાં સરકારી અધિકારી સમક્ષ રજુઆત કરવાની ત્રીજા પક્ષકારને તક આપવાની રહેશે.
પ્રશ્ન-૧૧ માહિતી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
ઉત્તર ૧. જે બાબત માટે માહિતી મેળવવાની હોય તેની વિગતો દર્શાવતી અરજી સરકારી માહિતી અધિકારીને લેખિતમાં અથવા વિજાણું માધ્યમો દ્વારા ગુજરાતીમાં, અંગ્રેજીમાં અથવા હિન્દીમાં કરવી. ૨. કઇ બાબત અંગે માહિતી મેળવવાની છે તે અંગેના કારણો દર્શાવવાની જરૂર નથી. ૩. નિયત કરવામાં આવે તેટલી ફી ચુકવી, ગરીબી રેખા હેઠળની કક્ષામાં આવતા લોકો પાસેથી કોઇ જ ફી લેવાની નથી. ૪. સરકારી માહિતી અધિકારી નિયત કરેલી સમય મર્યાદાનું પાલન ન કરી શકે તો અરજદારને માહિતી વિના મુલ્યે પુરી પાડવી.
પ્રશ્ન-૧ર માહિતી મેળવવા માટેની સમય મર્યાદા કેટલી છે ?
ઉત્તર ૧. અરજી મળ્યાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં. ૨. વ્યકિતની જાન અને સ્વતંત્રાને અસરકર્તા હોય તે સંજોગોમાં માહિતી મેળવવા માટે ૪૮ કલાક. ૩. જો અરજી મદદનીશ સરકારી માહિતી અધિકારીને માહિતી માટે આપી હોય તો જવાબ આપવાના ઉપરોકત સમયગાળામાં ૫ દિવસનો સમય વધારવામાં આવશે. ૪. જો આમા ત્રીજા પક્ષકારના હિત સમાયેલ હશે તો સમય મર્યાદા ૪૦ દિવસ સુધીન રહેશે. ૫. નિયત સમય મર્યાદામાં માહિતી આપવામાં નિષ્ફળ જવું એનો અર્થ માહિતી આપવાનો અસ્વીકાર કરવામાં આવે છે તેમ માનવામાં આવશે.
પ્રશ્ન-૧૩ માહિતી આપવાનામ અસ્વીકાર માટેનું કારણ શું બની શકે ?
ઉત્તર ૧. જો તેને પ્રગટ કરવામાંથી મુકિત આપવા હેઠળ આવરી લેવાયેલ હોય. ૨. જો તેમાં રાજય સિવાયની અન્ય કોઇ વ્યકિતના કોપી રાઇટનો ભંગ કરવામાં આવ્યો હોય.
પ્રશ્ન-૧૪ રાજય માહિતી આયોગની રચના કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર ૧. રાજય સરકાર દ્વારા રાજય માહિતી આયોગની રચના ગેઝેટ જાહેરનામા મારફત કરવામાં આવશે. તેમાં રાજયપાલ દ્વારા રાજના એક મુખ્ય આયુકતની (એસસીઆઇસી) અને ૧૦ થી વધુ નહિ તેટલા રાજય માહિતી આયુકતોની નિમણુંક કરવામાં આવશે. ૨. રાજયપાલશ્રી દ્વારા અધિનિયમની પ્રથમ અનુસુચિમાં નિયત કરવામાં આવેલા ફોર્મ અનુસાર હોદ્દાના શપથ લેવડાવવામાં આવશે. ૩. રાજય સરકાર નિર્દિષ્ટ કરે તે સ્થળે રાજય માહિતી આયોગનું મુખ્ય કાર્યાલય રહેશે. રાજય સરકારની મંજુરીથી અન્ય કચેરીઓ રાજયના અન્ય ભાગોમાં સ્થાપવામાં આવશે. ૪. આયોગ અન્ય કોઇપણ અધિકારીને તાબે થયા વગર તેની સત્તાઓનો ઉપયોગ કરશે.

પ્રશ્ન-૧પ રાજય મુખ્ય માહિતી આયુકત/રાજય માહિતી આયુકતોની યોગ્યતાનુ માપદંડ શું છે અને તેમની નિમણુંક અંગેની પ્રક્રિયા શું છે ?
ઉત્તર મુખ્યમંત્રી નિમણૂંક સમિતિના પ્રમુખ રહેશે. અન્ય સભ્યોમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનો તેમજ મુખ્ય મંત્રીશ્રીએ નામ નિર્દિષ્ટ કરેલ એક કેબીનેટ દરજજાના મંત્રીનો સમાવેશ થાય છે.   રાજય મૂખ્ય આયુકત/રાજય માહિતી આયુકતો કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજીક સેવા, વ્યવસ્થાપન, પત્રકારિત્વ, લોક પ્રસાર માધ્યમ અને વહીવટ સંચાલનના ક્ષેત્રમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનમાં પરતિષ્ઠિત વ્યકિત તરીકેની લાયકાત ધરાવતા હોવા જોઇએ. રાજય મુખ્ય માહિતી આયુકતનો પગાર ચૂંટણી આયુકતના પગાર જેટલો જ રહેશે. જયારે રાજય માહિતી આયુકતનો પગાર રાજય સરકારના મુખ્ય સચિવના પગાર જેટલો રહેશે.
પ્રશ્ન-૧૬ માહિતી આયોગની સત્તા અને કાર્યો કયા કાયા છે ?
ઉત્તર ૧. રાજય માહિતી આયોગની ફરજ નીચે કોઇપણ વ્યકિત પાસેથી ફરિયાદો મેળવવાના છે.
  • સરકારી માહિતી અધિકારીની નિમણૂ઼ક ન થવાના કારણે જેઓ માહિતી વિનંતી રજૂ કરી શકતા નથી.
  • જેમણે વિનંતી કરી હોય પરંતુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હોય.
  • જેમણે નિયત સમય મર્યાદામાં તેની/તેણીની માહિતી વિનંતી અંગે કોઇ પ્રતિભાવ મળ્યો ન હોય
  • જેઓ વસુલ કરેલ ફી ગેરવ્યાજબી હોવાનું વિચારતા હોય.
  • જેઓ આપવામાં આવેલ માહિતી અધૂરી અથવા ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી હોવાનું વિચારતા હોય.
  • કાયદા હેઠળ માહિતી મેળવવાને લગતી અન્ય કોઇપણ બાબત.
૧. વાજબી કારણો હોય તો તપાસ આદેશ આપવાની સત્તા. ૨. મુખ્ય માહિતી આયુકત/રાજય મુખ્ય માહિતી આયુકત પાસે દિવાની કોર્ટના જેવી સત્તા હશે જેમ કેઃ-
  • વ્યકિતઓને સમન્સ બજાવવા અને હાજર રાખવા, તેમને સોગંદ પર મૌખિક અથવા લેખિત પૂરાવો આપવા અને દસ્તાવેજો અથવા વસ્તુઓન રજુ કરવા ફરજ પાડવી.
  • દસ્તાવેજોની શોધ અને નિરીક્ષણની જરૂરીયાત.
  • સોગંદનામા પર પૂરાવા સ્વીકારવા.
  • કોઇપણ કોર્ટ અથવા કચેરીમાંથી સરકારી રેકર્ડ અથવા નકલોની માંગણી કરવી.
  • સાક્ષિઓ અથવા દસતાવેજોની તપાસ માટે સમન્સ કાઢવા.
  • નિયત કરવામાં આવી હોય તેવી અન્ય કોઇ બાબત.
૧. મુખ્ય માહિતી આયુકત/રાજય મુખ્ય માહિતી આયુકતને આ કાયદા હેઠળ આવરી લેવાયેલ તમામ રેકર્ડ (મુકિત દ્વારા આવરી લેવાયેલ સહિત) પરીક્ષણ માટે તપાસ દરમિયાન અચૂક આપવા. ૨. સરકારી સત્તાધિકારી પાસેથી તેમના નિર્ણયોની પાલન શુનિヘતિ કરવાની સત્તા, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
  • નિયત ફોર્મમાં માહિતી પૂરી પાડવી.
  • જયાં સરકારી માહિતી સરકારી/મદદનીશ સરકારી માહિતી અધિકારી ન હોય ત્યાં તેમની નિમણૂંક માટે સરકારી સત્તાધિકારીએ આદેશ આપવા.
  • માહિતી આપવા માહિતીના પ્રકાર પ્રસિધ્ધ કરવા.
  • રેકર્ડના વ્યવસ્થાપન, નિભાવ અને નાશ સંબંધિ પધ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા.
  • માહિતી મેળવવાના અધિકારી અંગે અધિકારીઓ માટે તાલીમની જોગવાઇ કરવી.
  • આ કાયદાના અનુપાલન અંગે સરકારી સત્તાધિકારી પાસેથી વાર્ષિક અહેવાલ મેળવવો.
  • અરજદારને થયેલ કોઇ ખોટ અથવા ભોગવેલ કોઇ હાની અંગે વળતર આપવું.
  • આ કાયદા હેઠળ શિક્ષા કરવી અથવા (૧) અરજીનો અસ્વીકાર કરવો.

પ્રશ્ન-૧૭ દંડની જોગવાઇઓ કઇ છે ?
ઉત્તર દરેક સરકારી માહિતી અધિકારી નીચેના માટે દરરોજ રૂપિયા ૨૫૦/- લેખે મહત્તમ રૂા. ૨૫,૦૦૦/- સુધી દંડ માટે જવાબદાર રહેશે.- ૧. અરજી નહીં સ્વીકારવા માટે, ૨. વાજબી કારણ સિવાય માહિતી આપવામાં વિલંબ કરવા, ૩. બદ ઇરાદાથી માહિતી આપવાનો ઇન્કાર કરવો, ૪. જાણીબૂઝીને અધૂરી, ખોટી ગેરમાર્ગે દોરનારી માહિતી આપવી, ૫. જેની માંગણી કરી હોય તે માહિતીનો નાશ કરવો, અને ૬. કોઇપણ રીતે માહિતી પૂરી પાડવામાં અડચણ ઉભી કરવી.
પ્રશ્ન-૧૮ અદાલતોનું અધિકારક્ષેત્ર શું છે ?
ઉત્તર માહિતી અધિકારી બાબતનો અધિનિયમ અન્વયે કરવામાં આવેલ કોઇપણ હુકમ સામે કરેલ દાવાઓ કે અરજીઓ નીચેની અલાદતો સ્વીકારી શકશે નશિ, આમ છતાં બંધારણની કલમ-૩૨ અને ૨૨૫ હેઠળ સુપિ્રમ કોર્ટ અને હાઇકોર્ટના રીટ ક્ષેત્રાધિકારને કોઇ અસર પહોંચતી નથી.
 

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
નાગરિક અધિકાર પત્ર
આપના પ્રશ્નો-અમારા ઉત્તર
ફરિયાદ

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વહીવટી માળખું જૂઓ
 

અમારા વિશે


પરિચય
લક્ષ્ય અને હેતુ
વિભાગની કામગીરી
વહીવટી માળખું
અંદાજપત્ર
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

ખાતાના વડાઓ/પ્રભાગો


કમિશનર, વાહનવ્‍યવહાર
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ
ગુજરાત મેરીટાઇમ બોર્ડ
ગુજરાત ટ્રાન્‍સપોર્ટ સવિર્સ

મદદ


ફોર્મ્સ
સંપર્ક

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
 
Statue of Unity India Government Portal Vibrant Gujarat Mygov

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ   |    સાઈટમેપ

મુલાકાતી નંબર: 0428571 Last updated on 26-11-2019